પંથ ભૂલેલા છીએ અમે રે પંખી, છીએ અમે તો જગમાં પ્રવાસી
ઝાડવે ઝાડવે ગોત્યા અમે આશરા, હતા ના એ આશરા તો કાયમી
રહ્યો ચાલુ પ્રવાસ, તડકો છાંયડો વેઠી, ના શક્યા મંઝિલે તો પહોંચી
કદી થાકી, કદી ઉમંગથી, રાખ્યો પ્રવાસ ચાલુ, હતા અમે પ્રવાસી
મળતા રહ્યા એમાં સાથસંગાથી, હતા બધા તો એ સહપ્રવાસી
કંઈક પડયા વિખૂટા દિશા બદલી, રહ્યા અમે તો એમાં પ્રવાસી
હતી મંઝિલ તો એક સહુની, હતી દિશા જુદી, બની રહ્યા અમે પ્રવાસી
દૃશ્યે દૃશ્યે કીધાં રોકાણ ઝાઝાં, સમય રહ્યા એમાં તો વીતી
ઊડવાને ઊડવામાં તો, છે જાવું તો જ્યાં, જઈએ એમાં દિશા ભૂલી
ચાહીએ છીએ અમે અંતરમાં અંતરથી, આ પ્રવાસમાં જઈએ મંઝિલે પહોંચી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)