જોજે કિનારે આવેલી નાવ તારી, કિનારે ના ડૂબી જાય
મારજે હલેસાં સંભાળીને એવાં, નાવડી કિનારે પહોંચી જાય
માંગશે મહેનત પૂરી એ તારી, જોજે કચાશ ના એમાં રહી જાય
દિવસ ને રાત પડશે મારવાં હલેસાં, અધવચ્ચે થાકી ના જવાય
દેખાતા કિનારો પડે ના હાથ ઢીલા, જોજે તાણ એની ખેંચી ના જાય
દિશા વિનાની નાવને, દેખાય જ્યાં કિનારો, હૈયે હર્ષ નહીં માય
ઊઠશે તૂફાનો વાશે પવનો, જોજે હલેસાં હાથથી હટી ના જાય
આંતર-બાહ્ય ઊઠશે મોજાં ઝાઝાં, નાવડી સંભાળીને હાંકજે સદાય
પડશે જરૂર હિંમત ને વિશ્વાસની, જોજે બંને ના તો એ ખૂટી જાય
ભૂલતો ના દિશા, હારતો ના હિંમત, મારજે હલેસા, મંઝિલે પહોંચી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)