કરું વિચારો જીવનમાં ઘણા, કરવા જેવા વિચારો તોય ના કરું
મનગમતા વિચારો સ્વીકારી, ચાહું બીજા વિચારોથી દૂર રહું
મૂંઝાઈ કદી વિચારોમાં ને વિચારોમાં, મૂંઝારો એમાં તો અનુભવું
રચી વિચારો ને વિચારોની સૃષ્ટિ, બહાર જલદી ના એમાંથી નીકળું
કરવા ચાહું ઘણું ઘણું જીવનમાં, કરવા જેવું તો થોડું ને થોડું કરું
દુઃખદર્દ બની ગયાં છે સાથી જીવનમાં, એના વિના ના જીવી શકું
કરી વિચારો દરિદ્રતાના જીવનમાં, જીવનમાં વિચારોમાં દરિદ્ર ના બનું
શેખચલ્લીના વિચારોમાં રાચી, જીવનમાં વાસ્તવિકતાની અવગણના ના કરું
સદા જીવનમાં પ્રગતિના પંથે ચાલુ, અન્યની પ્રગતિથી જીવનમાં ના જલું
હરેક વિચારો ને હરેક કર્મો જીવનમાં, મારા પ્રભુ નિત્ય તારાં ચરણે ધરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)