કર્મે કર્મે તો ભાગ્ય લખાય, કર્મે કર્મે તો ભાગ્ય બદલાય
કોઈનાં કર્મોમાં તો લખાયું લૂંટવાનું, કોઈનાં કર્મોમાં લખાયું લૂંટાવાનું
કોઈનાં કર્મોમાં શૈયા સુખની લખાણી, કોઈમાં સૂકી રોટી લખાણી
કોઈનાં કર્મોમાં છપ્પનભોગ લખાયા, કોઈમાં પથ્થરની સેજ લખાણી
કર્મે કર્મે વૃત્તિઓ લખાણી, કર્મે કર્મે તો વૃત્તીઓ બદલાણી
કર્મે કર્મે તો સંત સરજાયા, કર્મે કર્મે તો પાયમાલી લખાણી
કર્મે કર્મે તો પુણ્યશાળી પાક્યા, કર્મે કર્મે તો લૂટારુ સરજાયા
કર્મે કર્મે કર્મો વંચાયાં, વણલખાયેલાં કર્મોથી ફળ સરજાયા
કર્મોએ દીધી વિવિધતા સરજાવી, કર્મોએ દીધી તદ્રૂપતા સાધી
આ કર્મમય જગતમાં તો, કર્મોની બોલબોલા રહી તો ચાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)