ઉન્નતિના શિખરે ચડવા જીવનમાં, નિત્ય પ્રયત્નશીલ તો રહું છું
આવતા અવરોધો દૂર કરી, ના મંઝિલ ભૂલું છું, ના નવી શોધું છું
ના કોશિશો ઢીલી કરું છું, ના મંઝિલની તો રાહ બદલું છું
ના એકાગ્રતામાંથી ચલિત બનું છું, મંઝિલને નજરમાંથી ના હટવા દઉં છું
આશાનો દીપ જલાવી દિલમાં, ના જીવનમાં એને તો બુઝાવા દઉં છું
નિરાશાનાં વાદળો દૂર કરીને, આશાના દીપને તો જલતો ને જલતો રાખું છું
શિખર સર કર્યાં વિના ના જંપું છું, ના એના વિના સંતોષના શ્વાસો લઉં છું
જીવન સદા જાગૃતિમાં જીવી, જીવનમાં મારા હૈયાનો ચોકીદાર બનું છું
નિત્ય જીવનમાં મનોમંથન કરી, પાણીદાર મોતી એમાંથી તો કાઢું છું
જગમાં જીવનને ના નકામું ગણું છું, ના એની તો અવગણના કરું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)