ઊણપ જાણી શકું મુજમાં મારી, કરી શકું દૂર ઊણપ મારી
દેજે શક્તિ કરવા દૂર પ્રભુ તારી, દેજે મહોર એના પર તારી તો મારી
જગ વચ્ચે રહી શકું જગમાં, જગને સાચી રીતે તો સમજી શકું
સમજવા પ્રભુ દેજે શક્તિ તારી, દેજે મહોર એના પર તારી તો મારી
રાખી નથી પ્રભુ તેં સૃષ્ટિ આધાર વિનાની, રહી છે સ્થિરતાથી ચાલી
સમજવા એને દેજે તું શક્તિ તારી, દેજે મહોર એના ઉપર તારી તો મારી
હૈયેથી મારા, રાખું દુઃખના દૂર કિનારા, રાખું ના ઊણપ એમાં કોઈ મારી
કરવા દૂર એ ઊણપ, દેજે પ્રભુ શક્તિ તારી, દેજે મહોર એના ઉપર તારી તો મારી
પહોંચવા મંઝિલે મારી, દેજે શક્તિ તારી, કરજે દૂર પ્રભુ ઊણપ એમાં મારી
એ રાહે ચાલવા પ્રભુ, માગું શક્તિ તારી, દેજે મહોર એના ઉપર તારી તો મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)