ખેદ છે, ખેદ છે, જીવનમાં તો છે જે, ભારોભાર તો એના કેફ છે
સંપત્તિના કેફ, સફળતાના કેફ, હોય ભલે કેફ, એમાં અનેક તો ભેદ છે
કેફ સુખના દેશે દૃષ્ટિ બદલી, જગમાં જીવનમાં ના એનો નિષેધ છે
અહંના કેફથી, રહેજો દૂર જગમાં, જીવનનું એ તો ધીમું ઝેર છે
ચડયા જ્યાં કેફ સુખના જીવનમાં, દુઃખને એની સાથે તો વેર છે
પ્રેમના કેફ જીવનમાં અનેક છે, એમાં તો અનેક તો ભેદ છે
ચડે કેફ આળસનો જ્યાં જીવનમાં, જગમાં જીવનનો એ ભયાનક ખેલ છે
જીવનના જાણીતા નશા ઊતરશે ઘડી બે ઘડીમાં, ના એમાં દેર છે
અનેક કેફ તો છે જગમાં ઊતરતા, દઈ જાય જીવનમાં એ તો ખેદ છે
પ્રભુભક્તિનો ચડે જો કેફ સાચો, સમજજો પ્રભુની એમાં મ્હેર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)