|
1984-08-27
1984-08-27
1984-08-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1540
કરશું તેવું ભરશું, અને વાવશું તેવું લણશું
કરશું તેવું ભરશું, અને વાવશું તેવું લણશું
શું પુણ્ય કર્યા વિના, એમાંથી આપણે છૂટશું
કુદરતના આ નિયમથી, જો આપણે નહીં ચેતશું
ખોટી દોડાદોડી કરી, આપણી શક્તિ વેડફશું
પાપ-પુણ્યના હિસાબ, જો ચોખ્ખા નહીં કરશું
જનમ-મરણના ફેરામાં, આપણે અટવાશું
પાપનો અજાણતાં પણ સાથ જો દઈશું
પાપના એ ભાગમાં આપણે ભાગીદાર બનશું
કીટક ભમરીનું ધ્યાન ધરતાં, અંતે ભમરી બનતું
`મા' નું સાચું ધ્યાન ધરતાં, `મા' જેવા બનશું
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
કરશું તેવું ભરશું, અને વાવશું તેવું લણશું
શું પુણ્ય કર્યા વિના, એમાંથી આપણે છૂટશું
કુદરતના આ નિયમથી, જો આપણે નહીં ચેતશું
ખોટી દોડાદોડી કરી, આપણી શક્તિ વેડફશું
પાપ-પુણ્યના હિસાબ, જો ચોખ્ખા નહીં કરશું
જનમ-મરણના ફેરામાં, આપણે અટવાશું
પાપનો અજાણતાં પણ સાથ જો દઈશું
પાપના એ ભાગમાં આપણે ભાગીદાર બનશું
કીટક ભમરીનું ધ્યાન ધરતાં, અંતે ભમરી બનતું
`મા' નું સાચું ધ્યાન ધરતાં, `મા' જેવા બનશું
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
karaśuṁ tēvuṁ bharaśuṁ, anē vāvaśuṁ tēvuṁ laṇaśuṁ
śuṁ puṇya karyā vinā, ēmāṁthī āpaṇē chūṭaśuṁ
kudaratanā ā niyamathī, jō āpaṇē nahīṁ cētaśuṁ
khōṭī dōḍādōḍī karī, āpaṇī śakti vēḍaphaśuṁ
pāpa-puṇyanā hisāba, jō cōkhkhā nahīṁ karaśuṁ
janama-maraṇanā phērāmāṁ, āpaṇē aṭavāśuṁ
pāpanō ajāṇatāṁ paṇa sātha jō daīśuṁ
pāpanā ē bhāgamāṁ āpaṇē bhāgīdāra banaśuṁ
kīṭaka bhamarīnuṁ dhyāna dharatāṁ, aṁtē bhamarī banatuṁ
`mā' nuṁ sācuṁ dhyāna dharatāṁ, `mā' jēvā banaśuṁ
| English Explanation |
|
As we do, so shall we reap; as we sow, so shall we harvest;
Without earning virtues, can we ever be liberated from this loop?
If we do not heed this immutable law of Mother Nature,
We will only waste our precious life energy in a mindless, false chase.
If we do not clear our accounts of sins and virtues,
We will remain perpetually entangled in the endless cycle of birth and death.
Even if unconsciously, if we align ourselves with sinful actions,
We will inevitably become equal shareholders in the consequences of that sin.
Just as a caterpillar constantly meditating on a wasp eventually transforms into a wasp;
By meditating truly on the Divine Mother, we will ultimately become divine like the Mother.
|