હૈયામાં આવીને વસો તમે માત, ધીરે-ધીરે
આપણે કરશું સુખદુઃખની વાત, ધીરે-ધીરે
લઈશ તારું નામ, સાંભળજે `મા' તું, ધીર- ધીરે
દઈશ તને મીઠાં પકવાન, ખાજે `મા' તું, ધીરે-ધીરે
વિવિધ શાક અને દઈશ ફરસાણ, ખાજે `મા' તું, ધીરે-ધીરે
ઉપરથી કરાવીશ સુગંધી જળપાન, પીજે `મા' તું, ધીર-ધીરે
દઈશ તને કસ્તુરી નાખેલ પાન, ચાવજે `મા' તું, ધીરે-ધીરે
નીંદર આવતાં માત, આંખ બંધ કરજે `મા' તું, ધીરે-ધીરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)