ગણી ગણીને દિવસો, થાશે ફાયદા એમાં તો શું
કર્યાં કામ જીવનમાં કેટલાં, માંડ હિસાબ એનો તો તું
ડૂબ્યો દુઃખમાં જીવનમાં તો તું કેટલી વાર, કર વિચાર એનો તું
લાગી વાર કેટલી, નીકળતાં બહાર એમાંથી, છે યાદ તને શું
મળતો ને મળતો રહ્યો, અનેકને તો જીવનમાં તો તું
રહ્યા યાદ એમાંથી તને કેટલા, કારણ શોધ્યું એનું શું
આવ્યા કામ કોણ કેટલા જીવનમાં, છે હિસાબ તારી પાસે શું
આવ્યો કામ તું કેટલાના જીવનમાં, કર વિચાર એનો તો તું
દિવસો આવશે દિવસો જાશે, રહ્યું હાથમાં તારા શું
બન્યા કેટલા તારા, બન્યો કેટલાનો તું, કર વિચાર એનો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)