આવશે સહુ તારી સંપત્તિ લૂંટવા, ના ચિંતા તારી કોઈ દૂર કરશે
તારા રચ્યા વિના જીવનમાં તારા, તારું સ્વર્ગ તને ક્યાંથી મળશે
કરીશ અશાંત મનથી જીવનમાં, જપ તારા અશાંતિ એ વધારશે
સુખસંપત્તિ મેળવવામાં જોજે દિલની સંપત્તિ, ના લૂંટાઈ જાયે
પ્રેમ વિનાનું ના જીવન જીવજે, જીવન એવું તો સૂકું લાગશે
દુઃખદર્દના ના તમાશા કરજે, જીવનની તો એ વાસ્તવિકતા હશે
જીવનમાં રટણ પ્રભુના ઓછા હશે, રટણ સ્વાર્થના ઝાઝા હશે
મુલાકાત ને મુલાકાતો થાતી રહેશે, અપેક્ષાઓ એમાં જાગતી રહેશે
દુનિયામાં તો દવા ઘણી મળશે, દિલની દવા તો કોઈક જ કરશે
રાતદિવસ દિલમાં કોઈ ચિંતા રહેશે, પ્રભુ વિના ના દૂર કોઈ એને કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)