ક્ષણ ક્ષણનો ખયાલ, ને પળ પળનો પ્યાર, દિલ ચાહે છે કરવા એનો ઇંતેજાર
રાહ છે નવી, છે મુસીબતોની વણઝાર, દિલ ચાહે છે કરવા તોય ઇંતેજાર
ના છે કોઈ સાથે, ના કોઈ સાથીદારની તલાશ, દિલ ચાહે છે કરવા ઇંતેજાર
હતી રૂપની વીજળી, હતો એનો ચમકાર, દિલ તો ચાહે છે કરવા એનો ઇંતેજાર
હતા શબ્દો ઊંડા ને ચોટદાર, હતો ભર્યો એમાં પ્યાર, દિલ ચાહે છે કરવા એનો ઇંતેઝા
હતી એ તો દુઃખ ભુલાવનાર, નવું દર્દ દેનાર, દિલ ચાહે છે કરવા એનો ઇંતેજારી
વહે નયનોમાંથી તો એનાં ભર્યો ભર્યો પ્યાર, દિલ ચાહે છે કરવા એનો ઇંતેજાર
વહે એનાં નયનોમાંથી પ્રેમભર્યો આવકાર, દિલ ચાહે છે કરવા એનો ઇંતેજાર
મનમોહક સ્મિત એનું એ ભૂલ્યું ના ભુલાય, દિલ ચાહે છે કરવા ઇંતેજાર
દિલમાંથી સતત વહે એના, ઉપકારનો પ્રવાહ, દિલ ચાહે છે કરવા એનો ઇંતેજાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)