જીવનમાં તો જાણે કંઈક વાર, લાગ્યું કે જાણે આંધળે બહેરું કુટાઈ ગયું
કદી કદી જીવનમાં તો એ કામ, જગમાં તો મોંઘું પડયું
સમજ્યા ના સમજ્યાં જ્યાં પૂરું, કર્યું કામ એમાં તો શરૂ
સમજ્યા આંખના ઇશારા ખોટા, વધી ગયા આગળ જ્યાં પૂરા
સાંભળી વાત ના પૂરી, ગયા જ્યાં એમાં ધસી એમાં દોટ કાઢી
વિચારોના તરંગો જ્યાં આવ્યા, ચૂક્યા જીવનમાં હકીકતનાં આંગણાં
ચાહ્યા સાથ પૂરા, મળ્યા અધૂરા, હલી ગયા હકીકતનાં મૂળિયાં
ભેદભરમના ભેદ બન્યા ગાઢા, ના ભેદ એના ઉકેલાયા
અડધા ભાનમાં, અડધા બેભાનમાં, વર્ત્યા જ્યાં જીવનમાં
મળ્યું સુખ, મળ્યું દુઃખ, જાણે આંધળે બહેરું કુટાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)