કયા ભવની પ્રીત એવી બંધાણી, ન જાણે આ ભવમાં પાસે લઈ આવી
હશે બન્યાં કારણ, મળી જુદાઈ, કયા ભવની પ્રીત પાસે અમને લઈ આવી
હતી પડી એવી કઈ ગાંઠો, તૂટી ના શકી, આપશો ના એવી ગાંઠ આ ભાવમાં અલગારી
પ્રીતે હૈયામાં જે સંઘરી, બની ગઈ જૂની, બની ગઈ આ ભવની મૂડી એ અમારી
સાચવી સાચવી સાચવશું અમે, અમારા શ્વાસોશ્વાસમાં, પાડશું ના અલગ એને અમારાથી
પ્રભુ જો ચાહે, તું તોડવા એને, કરજે એક વિચાર દિલમાં, કર્યો ગુનો અમે, જ્યાં પ્રીત બંધાણી
હર હાલતમાં પ્રીતરૂપ વસ્યો સહુમાં, ના પડવા દેજે, હવે પ્રીત અમારી તો ઝાંખી
પ્રીત ને નજરોથી જ્યાં, વાતો રચાણી, પ્રીત જઈને અમારી નજરોમાં ત્યાં સમાણી
સમય સમય સાથમાં લઈ આવી, પ્રીત જીતી, નવીમાં તો એ પલટાણી
ભાવેભાવનાં રચાયાં ત્યાં મિલન, પ્રીતની ગાંઠ મજબૂત એમાં ત્યાં બંધાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)