અરે ઓ અહંમાં રાચનારા, જો જરા, કરી છે હાલત, કેવી, એમાં તો તારી
રાચીને-રાચીને રહીશ જો તું એમાં, આવશે એક દિવસ પસ્તાવાની વારી
રાચી ને રાચી એમાં તો રહ્યો છે, રહ્યો છે કરતો ભેગી તું ભારની ભારી
કરતો રહ્યો છે દૂર કંઈકને તો તુજથી, દઈશ ખોલી તું એકલતાની બારી
રાચતો ને રાચતો રહ્યો એમાં તો તું, છે ભૂલ એ તો તારી ને તારી
દઝાડયા એમાં તો તેં કંઈકને, આવી અંતે દાઝવાની તારી ને તારી વારી
કરીશ ના કે રાખીશ ના દૂર તું એને હૈયેથી, જાશે બનતી એ ભારે ને ભારી
પડશે ના સમજ, બંધાતો જઈશ એની દોરીથી, કરશે બંધ એ તારી મુક્તિની બારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)