સમજાવે જો કોઈ ભૂલ આપણી, ના સૂધારીએ જો એ ભૂલ
ગણવી એમાં તો છે એ, તો કોની ખામી
માર્ગ બતાવે કોઈ સાચો, હોય ના ચાલવાની એના પર તૈયારી - ગણવી...
સંજોગો દે લાભ ચરણમાં તો લાવી, લઈએ તો એને તો ઝડપી - ગણવી...
સાથ દેવા છે પ્રભુની સદા તૈયારી, લેવા નથી આપણી તૈયારી - ગણવી...
દીધી છે જગમાં આંખ તો જોવા, જોઈએ જગમાં એનાથી ચીજો નકામી - ગણવી...
મળી છે બુદ્ધિ સમજવા તો જગમાં, સમજીએ એનાથી જ્યાં ખોટું - ગણવી...
મળ્યો માનવદેહ દુર્લભ જ્યાં, જીવનમાં કરીએ ના સાર્થક એને જાણી - ગણવી...
લાવે ક્ષણો કુદરત હાથમાં તારી, હાથમાંથી રહે એને તો તું ગુમાવી - ગણવી ...
કહેવી છે તારે દિલ ખોલી વાતો, મળે ના વ્યક્તિ સારી સાંભળનારી - ગણવી...
કર્યું જીવનમાં તો બધું વગર વિચારી, સહન કરવાની આવે ત્યાં તો પાળી - ગણવી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)