મળ્યા જીવનમાં તને તો કેટલા, યાદ તને એમાંથી કેટલા રહ્યાં છે
રહ્યાં યાદ કંઈક એક દિવસ, કોઈ થોડા દિવસ, કાયમ યાદ કેટલા રહ્યાં છે
જાગ્યા ને ગયા, સારાં, માઠા પ્રસંગો જીવનમાં, યાદ તને કેટલા રહ્યાં છે
જાગ્યા ભાવો તને જેમાં ને જેવા, કેટલા યાદ તને જીવનમાં તો રહ્યાં છે
હતો તું પ્રભુ પાસે, પડ્યો તું વિખૂટો, પ્રભુ યાદ તને તો કેટલા રહ્યાં છે
મળ્યો સમય જ્યાં ફુરસદનો, યાદ કોઈને કોઈની તો આવતી રહી છે
યત્નો વિના આવી જાય યાદ કોઈની, સંકેત પ્રભુનો એમાં તો રહ્યો છે
દર્દ અપાવે યાદ દર્દની, મુસીબતો મુસીબતોની, પ્રભુ યાદ અપાવતો રહે છે
યાદ તો કહી દે, કંઈ તો અપાવતી રહે, યાદ શાને તારી તું ભૂલતો રહ્યો છે
નીકળ્યો છે તું પ્રભુમાંથી, પડી વિખૂટો, યાદ એની ભૂલતો તું શાને રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)