સઢ વિનાનું વહાણ તો તારું, જીવનમાં ઝોલા ખાતું જાય
નાનું અમથું તોફાન ભી, ઊંચું નીચું તો એને કરતું જાય
આવશે કઈ દિશામાંથી તોફાન, કેમનો ક્યારે ના એ કહી શકાય
દેખાય અંધારું ચારે દિશામાં, આંખ સામે તો મોત દેખાય
હશે ના સુકાન એના તારા હાથમાં, ક્યાંને ક્યાં એ ઘસડાઈ જાય
મતિ મૂંઝાઈ જાય ત્યારે, ધીરજ ને હિંમતના પારખાં લેવાઈ જાય
પ્રભુમાં વિશ્વાસે રહેજે એને ચલાવી, નહિ એ તો ડૂબી જાય
અનુકૂળ વાયરા માંડશે ત્યાં વાતા, કિનારે પહોંચાડી એ તો જાય
સોંપી સુકાન પ્રભુને હાથ, પ્રભુ એને તો ચલાવતો જાય
અદૃશ્ય હાથે પ્રભુ કરતા રહેશે, કરતા રહેશે સદા સહાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)