થતાં કસોટી તો કુદરતની, કોણ કેટલા પાણીમાં છે
જીવનમાં એ તો સમજાઈ જાશે, એ તો પરખાઈ જાશે
નાની વાતો તારી, સ્વભાવ તારો કહી આપશે, નાના તારા વર્તનથી, કિંમત અંકાઈ જાશે
તૈયારી વિના તૈયાર કેટલા છો જીવનમાં, સંજોગો જીવનના, બનાવી એ તો આપશે
સમય સમય પર, ફટકિયા મોતી ફૂટી જાશે, હીર સાચામાં પરખાઈ જાશે
સચ્ચાઈના રણકાર તો જીવનમાં, રણકાર શબ્દોના એના એ કહી આપશે
નિર્દોષતા ને નિખાલસતાના પડઘા, તારી હૈયાંના હાસ્યમાંથી બહાર આવશે
આફતના સમયમાં તો જીવનમાં, મૂલ્યો મિત્રોના તો સમજાઈ જાશે
તારા મુખથી ઝરતી તારી વાણી, તારી ખાનદાનીની ચાડી ખાઈ જાશે
લાખ ટકાનો રે માનવી, લોભ-લાલચમાં તણાતાં કોડીનો થઈ જાશે
પ્રભુદર્શનના મરજીવા રે, જીવનમાં, આ ભવસાગર તો તરી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)