વિશ્વાસે તરનારા મળશે જગમાં જોવા, મળશે જોવા વિશ્વાસે ડૂબનારા
છે જગ તો વિવિધતાથી તો ભર્યું, મળશે જોવા જગમાં, છતી આંખે અંધ રહેનારા
મળશે જગમાં સારાનો કચરો કરનારા, મળશે જગમાં, કચરામાંથી સોનું કરનારા
મળે છે જગમાં મુસીબતો ઊભી કરનારા, મળે છે જોવા, મુસીબતોમાંથી માર્ગ કાઢનારા
મળે છે જગમાં એક વખતમાં આપણા થનારા, મળે છે આપણા પારકાં બનનારા
મળે છે જગમાં કંઈક દુઃખથી રડનારા, એજ જગમાં મળે જોવા, દુઃખ પચાવનારા
મળે જગમાં એક શબ્દ સમજનારા, મળે જગમાં, થાકો સમજાવી, ના સુધરનારા
મળે જગમાં એવા શબ્દો પાકા પાળનારા, મળે જગમાં, શબ્દે શબ્દે તો ફરનારા
મળે જગમાં કંઈક તો દૂધથી દાઝનારા, મળે જગમાં છાસ ભી ફૂંકી-ફુંકી પીનારા
મળે જગમાં કંઈક તો માર્ગ રોકનારા, મળે જગમાં માર્ગ મોકળો કરનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)