કાઢ્યા નથી વાંધા પ્રભુએ તારામાં, પ્રભુમાં વાંધા શાને કાઢે છે
છે ઉપકાર તારા પર તો પ્રભુનો, પ્રભુને તો શાને ભૂલી જાય છે
ગણ્યા છે પ્રભુએ જ્યાં તને તો એના, શાને કરવા એને પોતાના વાર લગાડે છે
નથી દૂર જ્યાં એ તો અંતરથી, અંતરમાં અંતર શાને વધારે છે
જોઈએ છે તને, જાગ્યા છે ભાવો તને, દોષ પ્રભુનો શાને એમાં કાઢે છે
પડે દેવી જ્યાં કિંમત તો એની એના કાજે, પ્રભુ પાસે હાથ શાને ફેલાવે છે
એને મળવામાં અંતરાયો કરીને ઊભા, દૂરને દૂર શાને એને રાખે છે
આવતા નથી એ તો પાસે, આવતા નથી એ ધ્યાનમાં, એમ કહેતો જાય છે
નથી અંદર કે બહાર એ તો, શાને આ તું સમજની બહાર રાખે છે
છોડી દેશો જીવનમાં જ્યાં બધું પ્રભુને, ત્યાં તને એ તો આપવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)