ઊભો થયો છે, જાગી ગયો છે, હૈયે તો જ્યાં ભાવ
પ્રભુ, તારા ચરણે એને ધરવા દે (2)
દીધું છે તેં, મળ્યું છે જીવનમાં તો જે કાંઈ - પ્રભુ...
જાગ્યા સારા કે ખોટા, જીવનમાં તો વિચાર - પ્રભુ...
પ્રભુ, આવે છે જીવનમાં, સુખદુઃખની તો લંગાર - પ્રભુ...
કરતો રહ્યો છું રોજ જીવનમાં, કર્મો તો અપાર - પ્રભુ...
મળી છે કે મળતી રહે, જીવનમાં તો શક્તિના સંચાર - પ્રભુ...
મળી છે ને મળતી રહેશે, સફળતા નિષ્ફળતા જે કાંઈ - પ્રભુ...
દીધું છે તન, મન, ધન જીવનમાં તેં જે કાંઈ - પ્રભુ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)