કરી શકો કે ના કરી શકો દૂર, દુઃખદર્દ તો દુઃખિયાનું
કકળાવવી આંતરડી દુઃખિયાની તો જીવનમાં, કંઈ સારું નથી
કરી શકો કે ના કરી શકો, સેવા જીવનમાં તો કોઈની
વાપરી જીવનમાં શબ્દો બેફામ, કરવા કોઈને ઘા, કાંઈ સારું નથી
દૂઝતા ઘા પર કોઈના, મલમપટ્ટી કરી ના શકો જો જીવનમાં
ઊખેડતાં જ્યાં એના તો ઘા, જીવનમાં એ કાંઈ સારું નથી
તારી શકો છો જીવનમાં તમે તો જેને
જોઈ રહેવું ડૂબતા તો એને, જીવનમાં એ કાંઈ સારું નથી
છે પાસે તારી તો જે કાંઈ, કરવા સહાય તું જો ખચકાય
રહેતો રહીશ જોતો એને બેસહાય, જીવનમાં એ કાંઈ સારું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)