કરવા કામો જગમાં, હિંમત તો જોશે, ના કરવા બહાના હજાર મળશે
સંબંધ બાંધવા તો ધીરજ જોશે, પળ વારમાં એને તોડી તો શકશે
પળ વારમાં વાદળ તો ધસી આવશે, વિખરાતા સમય એને તો લાગશે
ચાલ ગ્રહોની ભી તો ધીમી લાગશે, શ્વાસ તારા એમાં તો રૂંધાતા જાશે
પ્રસંગો જીવનમાં તો ઘણું કરી જાશે, કરવું ગ્રહણ એમાંથી હાથ તારે રહેશે
વહેલું કે મોડું, ફળ યત્નોનું તો આવશે, ધીરજની કસોટી ત્યાં તો થઈ જાશે
ભાવ વિના, ના કંઈ ભક્તિ થાશે, સાચા ભાવ વિના પ્રભુ ના કાંઈ રીઝશે
મળ્યો જ્યાં માનવ દેહ, ઉપયોગ ના કરશે, બીજા દેહની રાહ જોવી તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)