|
1991-12-19
1991-12-19
1991-12-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15575
રહીશ તું વિચારોમાં ને વિચારોમાં તો અટવાઈ, કાઢી ના શકીશ માર્ગ એમાંથી

છે એ તો આફતના એંધાણ, જીવનમાં પારખી એને તો તું લેજે
કાઢી ના શકીશ કોઈ માર્ગ સાચા એમાંથી, બુદ્ધિ જાશે તો જ્યાં મુંઝાઈ - છે...
શંકા વિના તો શંકાઓ જાગે, શત્રુઓ અને શત્રુઓ તો બધે દેખાય - છે...
સોંપવા ચાહીશ, સોંપી ના શકીશ, જીવનના બધા તો ભાર - છે...
શ્વાસેશ્વાસના ભાર તને લાગશે, દિશાઓ બધી તો શૂન્ય બની જાય - છે...
રાખવો જીવનમાં વિશ્વાસ બનશે મુશ્કેલ, જીવવું તો એના વિના - છે...
નજરે ચઢશે તને તો અંધારા, લુપ્ત એ થાતા, દેખાશે તને અજવાળા - છે...
રહેશે નહિ, રાખશે વિશ્વાસ કોના પર, જલદી નહિ એ તો સમજાય - છે...
લેવું પડશે શરણું ત્યારે પ્રભુનું, એના વિના બહાર નહિ નીકળાય - છે...
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahīśa tuṁ vicārōmāṁ nē vicārōmāṁ tō aṭavāī, kāḍhī nā śakīśa mārga ēmāṁthī
chē ē tō āphatanā ēṁdhāṇa, jīvanamāṁ pārakhī ēnē tō tuṁ lējē
kāḍhī nā śakīśa kōī mārga sācā ēmāṁthī, buddhi jāśē tō jyāṁ muṁjhāī - chē...
śaṁkā vinā tō śaṁkāō jāgē, śatruō anē śatruō tō badhē dēkhāya - chē...
sōṁpavā cāhīśa, sōṁpī nā śakīśa, jīvananā badhā tō bhāra - chē...
śvāsēśvāsanā bhāra tanē lāgaśē, diśāō badhī tō śūnya banī jāya - chē...
rākhavō jīvanamāṁ viśvāsa banaśē muśkēla, jīvavuṁ tō ēnā vinā - chē...
najarē caḍhaśē tanē tō aṁdhārā, lupta ē thātā, dēkhāśē tanē ajavālā - chē...
rahēśē nahi, rākhaśē viśvāsa kōnā para, jaladī nahi ē tō samajāya - chē...
lēvuṁ paḍaśē śaraṇuṁ tyārē prabhunuṁ, ēnā vinā bahāra nahi nīkalāya - chē...
|