એ એકને મેળવવા, પડશે જીવનમાં, તારે તો કરવું બધું
મેળવવા રે એને, પડે ભલે જીવનમાં તો દેવું રે બધું
જાણી લેજે રે જીવનમાં, મેળવવા રે એને, પડશે તારે શું કરવું
છે એ એક તો મેળવવા જેવો, પડે ભલે બીજું બધું તો છોડવું
એ એક વિના, ભર્યાં-ભર્યાં જગમાં, લાગશે તને તો એકલું
મળશે ભલે જીવનમાં બધું, હશે ના બીજું તો એના જેવું
મેળવશો જીવનમાં ભલે ઘણું, રહેશે એના વિના બધું અધૂરું
એક પછી એક, એના તરફ તો સતત પગલાં માંડતા રહેવું
એ એક વિના રહેશે જીવન સૂનું, થાશે એ એકથી તો ભર્યું-ભર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)