રહેતો ના, ને બનતો ના, ચાલવામાં, જીવનમાં તો તું બેજવાબદાર
મળતાં ને મળતાં રહેશે જીવનમાં, તને કાંટા ને પથરા તો અણીદાર
છે પથરાયેલા એ તો એવા, આડા ને અવળા, છે વળી એ તો બેસુમાર
બેધ્યાનપણું જીવનમાં ચાલશે નહિ, ચાલશે નહિ એ તો તલભાર
ચાલવાનું છે જ્યાં તારે ને તારે, ચાલતાં રહેવું પડશે, રહેવું પડશે સદા હોશિયાર
બનતો ના ભોગ તું, બન્યો છે જ્યાં ભોગ તું, જીવનમાં તો કંઈકવાર
રહ્યો છે કરતો વાતો, જીવનમાં શાનદાર, નથી તારા યત્નોમાં કાંઈ ભલીવાર
આવ્યો જગમાં ખાલી તું તો, બન્યો જગમાં તું તો માયાનો ઠેકેદાર
પંથ તો છે અજાણ્યો, ચાલ્યો હશે ભલે તું, છે જ્યાં બધું તો ભૂલનાર
રોકી રાખશે રસ્તા તો તારા, ભલે માની લીધા હશે, એને તેં તો સાથીદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)