ચાહે છે જીવનમાં, સહુ કોઈ તો, દુઃખદર્દથી તો છૂટકારો
મળ્યો છે જીવનમાં, કેટલાને, સાચા સુખનો તો કિનારો
ચાહે છે જીવનમાં સહુ કોઈ તો, કોઈ ને કોઈનો તો સથવારો
મળ્યો છે જીવનમાં, સહુને તો કોઈ ને કોઈનો તો સહારો
ચાહે છે અને છે, સહુ-સહુના હૈયે તો, શાંતિનો ઇરાદો
જીવનમાં કોણે અને કેટલાયે, હૈયેથી, માર્ગ શાંતિનો અપનાવ્યો
સંકલ્પ ને વિશ્વાસભર્યા આ જીવનમાં ચાલશે ક્યાંથી, કરી એમાં ઘટાડો
રહી પૂર્ણપણે, સ્થિર તો એમાં, નથી કોઈ બીજો, પૂર્ણ મેળવવાનો આરો
રાખવું છે દુઃખદર્દને તો દૂર, આવે છે તોય દુઃખી થવાનો વારો
સમજી વિચારી જીવો જીવનમાં, દુઃખદર્દને જીવનમાં તો નિવારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)