રચી છે રાત, રચ્યો છે દિન, પ્રભુએ ના એક માટે, રચ્યો એ સહુ માટે
કર્યું અન્ન તો ઉત્પન્ન સહુ માટે, ના કાંઈ એ એક માટે
માનવ કરી હકદાવા, લડી એના કાજે, રાખી રહ્યા, વંચિત અન્યને
રચ્યો સૂરજ, રહ્યો છે ફેંકી પ્રકાશના કિરણો, સ્વીકાર્યા ના દાવા કોઈના એણે
જોયું ના એણે, ઝીલ્યા કે ના ઝીલ્યા કોણે, રહ્યો ફેંકતો ને ફેંકતો એને
રહ્યો પવન તો વહેતો ને વહેતો, સ્વીકાર્યા ના ભેદ તો એણે
મળ્યું ત્યાંથી કર્યું, માનવીએ ભેગું, કર્યું જરૂરિયાતથી વધુ ભેગું એણે
જોયું ના એણે, રાખ્યા વંચિત કેમ અને કોને, રહ્યો વંચિત ક્યાંક એ પોતે
અટક્યો ના જગની ચીજોથી, બન્યો ઉત્સુક, કરવા ભાગલા પ્રભુના પોતે
કર્યા હકદાવા એમાં પણ, છે પોતે એક જ સાચો, બીજાને ખોટા કહીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)