છેડતો ના, તું છેડતો ના, અહંના એરુને, જીવનમાં તું છેડતો ના
ડંખી જાશે જીવનમાં, તને કયારે એ તો, એ તો કાંઈ કહેવાશે ના
ડંખી ગયો એકવાર એ તો જ્યાં, ઝેર પ્રસર્યા વિના એનું રહેશે ના
પ્રસર્યું ઝેર જ્યાં એકવાર એનું, સાચા ઉતારનાર વિના એ ઊતરશે ના
ઊછળતું ને ઊછળતું રહેશે જ્યાં એ, તને નડયા વિના એ તો રહેશે ના
દૂર ને દૂર રાખજે એને રે તું, છંછેડતા, ભારે પડયા વિના એ રહેશે ના
ઊછળતો ને ઊછળતો રહેશે જ્યાં એ, નડયા વિના તને એ તો રહેશે ના
મરણતોલ માર લાગશે રે એના, મોડું-વહેલું, એ થયા વિના રહેશે ના
લાગ્યા ડંખ જીવનમાં એના તો જેને, જીવનમાં જલદી એ તો બચશે ના
છંછેડવું એને જાજે તું ભૂલી, એને દૂર તો રાખ્યા વિના જીવનમાં રહેતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)