દેખાવ જોઈને બહારનો, તું ડરતો ના, સહુને હૈયે, ભીરુતા તો ભરી છે
ઢાંકી રહ્યા છે એને, સહુ બહારના દેખાવથી, અંદર તો છૂપું બીજું રહ્યું છે - સહુને...
ખોટું ને ખોટું રહ્યાં સહુ કરતા જીવનમાં, ડંખ એનો હૈયે તો પડ્યો છે - સહુને...
ના ખંખેરી શક્યા જલદી એને જીવનમાં, ઊંડે ને ઊંડે છૂપી એ તો વસી છે - સહુને...
છૂપી ને છૂપી રહી છે સહુમાં એ તો, શક્તિ સામનાની ઘટાડતી રહી છે - સહુને...
હારની ગણત્રીથી શરૂ થઈ છે, પરિણામ હારનું એ તો લાવી છે - સહુને...
દુઃખદર્દ ઊંભું કરતી એ તો રહી છે, ખુદ દવા જ્યાં એની એ તો રહી છે - સહુને...
ચિતર્યો મનથી જેને તેં મોટો, ચિતરામણ એની સતાવી રહી છે - સહુને...
ડરતો રહ્યો છે પ્રભુથી જીવનમાં, દૂર ને દૂર એને તું રાખી રહ્યો છે - સહુને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)