રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વહાલા મારા નાથ
રાખજે લાજ તું તો મારી, સોંપું છું એને તારે હાથ
રણમેદાને રથને તેં તો હાંક્યો, બનીને સારથી મારા નાથ
જીવનરથ મારો હવે તું હાંકજે, હાંકજે જીવનમાં એને તું નાથ
દેવકી, વાસુદેવને ઉગાર્યા, કારાવાસમાંથી તેં તો નાથ
આ દેહરૂપી કારાવાસમાંથી, છોડાવજે કાયમ મને તો નાથ
વિદુર ઘેરે, પ્રેમથી ભાજી ખાવા, ગયા હતા મારા નાથ
મુજ ઘરે પધારજે તું, ભોજન લેવા, વહાલા મારા નાથ
બંસરી બજાવી કર્યું હતું ઘેલું, વ્રજને તેં તો મારા નાથ
એક સૂર એમાંનો સંભળાવીને, ધન્ય કરજે વહાલા મારા નાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)