કર વિચાર જીવનમાં તો જરા
ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે
સોંપ્યું જીવનમાં, પ્રભુને જેણે બધું, પ્રભુએ એને સંભાળ્યા છે
રાત ને દિવસ, છે સમયના ટુકડા, સમય પ્રભુના હાથમાં રમે છે
તારલિયાની ગણત્રી ના થાયે, ગણત્રી પ્રભુના ઉપકારની ના થઈ શકે છે
આવા પ્રભુ ભાવથી બંધાયા છે, પ્રભુ તો ભક્તો સાથે રમ્યા છે
ભાગ્યે જીવનમાં સહુને બાંધ્યા છે, નિઃસ્પૃહી પાસે હાથ હેઠા એના પડયા છે
ભલ-ભલાને ભાગ્યે નમાવ્યા છે, ભાગ્ય ભક્તના ચરણમાં નમ્યું છે
જોઈએ ના જીવનમાં જેને કાંઈ, ભાગ્ય એને શું દઈ શકવાનું છે
મળ્યું એમાં જે રાજી રહ્યા, સંતોષીને ભાગ્ય ના સંતાપે છે
લાલચે-લાલચે જે વ્યાકુળ બન્યા, ભાગ્યનું એની પાસે ચાલ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)