શાણાની વાતમાં તો શાણપણ છે, ગાંડાની વાતમાં તો ગાંડપણ છે
સમજી વિચારી, સમજવી વાત બધાની, રહ્યું એમાં તો ડહાપણ છે
વગર વિચારે કરવું, એ તો મોકાણ છે, મનની શાંતિ જીવનની એ લહાણ છે
જીવનમાં ઝઘડા, જીવનની એ કાણ છે, તનડું તારું એ સંસારનું વહાણ છે
લોભ-લાલચથી ના કોઈ અજાણ છે, બને છે શિકાર સહુ એના, એ એનું પ્રમાણ છે
સત્ય એ તો જીવનનો પ્રાણ છે, કુરબાની જીવનમાં, એ તો એનું દાણ છે
ભાવ-ભક્તિ, પ્રભુને પામવાનું બાણ છે, પામવા પ્રભુને એ તો પણ છે
ભૂલવી માયાને જીવનમાં, એ સમર્પણ છે, નિર્મળ મન, એનું એ દર્પણ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)