દર્દે દિલની દવા તું ગોતી લે, હસતે મુખે જીવનને તું સહી લે
હોય ઇલાજ જે હાથમાં તારા, ઇલાજ તો, એ તો તું કરી લે
હિંમતથી સામનો જીવનમાં તું કરી લે, બધી નિરાશા જીવનમાંથી ખંખેરી દે
જાગ્યું છે દર્દ તો જે તારા દિલમાં, હસતા-હસતા સહન એને કરી લે
ગોતીને કારણ જીવનમાં તો એનું, ઉપાય સાચો, એનો તું કરી લે
ઊભો છે જીવનમાં તો તું ક્યાં, નજર એક વખત આસપાસ તું કરી લે
દર્દ જાગ્યું છે જ્યારે જીવનમાં, ઇલાજ એનો તરત ને તરત કરી લે
કરી ઇલાજ સાચો તો એનો, ફિકર બધી તો તું એની છોડી દે
થાતાં દર્દ દૂર તો જીવનમાંથી, મજા સાચી જીવનની તું લૂંટી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)