હલેસાં ને હલેસાં મારી નાવડીને, મારતો હું તો જાઉં છું
નજરમાં કિનારાને, તલસતો ને તલસતો હું તો જાઉં છું
નિરભ્ર વ્યોમની વિશાળતા, હૈયાંમાં પચાવતો હું તો જાઉં છું
સમુદ્રના મોજાની રમતોમાં, રમતો ને રમતો, હું તો જાઉં છું
અફાટ સમુદ્રની એકલતા ને નિઃસહાયતા અનુભવતો જાઉં છું
પ્રભુની સૃષ્ટિ ને શક્તિનો પરિચય પામતો, હું તો જાઉં છું
મોજાથી ઢંકાઈ જતી નજરમાં, ગભરાટ અનુભવતો હું તો જાઉં છું
સહજમાં હૈયેથી, પ્રભુને, પોકારતો ને પોકારતો હું તો જાઉં છું
ગણું યોગદાન એને કર્મનું કે લીલા પ્રભુની, ગણતો હું તો જાઉં છું
શુભ ઘડી જાગી જ્યાં જીવનમાં, ફસાઈ માયામાં, ખોતો એને હું તો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)