રડી રડી, કરી રહ્યો છે, ફરિયાદ તો તું, ઊંચકી નથી શક્તો તું તારા કર્મનો ભાર
પાપ પથ પર ચાલવું છે હવે તું છોડ, જીવનમાં પાપનો ભાર ના હવે તું વધાર
ઉતારી શકે એટલો જીવનમાં ભાર તું ઉતાર, ના હવે એને તો તું વધાર
તારા ભાગ્યનો તો છે તારા જીવનમાં, તારા ને તારા કર્મોનો પૂરો આધાર
કરી ના શકે જીવનમાં જો તું એને ઓછો, છે હાથમાં તારા, ના એને તું વધાર
કર કર્મો જીવનમાં તું એવા જીવનમાં ઉતારી શકાય એટલા તો ઉતાર
ફરિયાદ નથી કાંઈ સાચું સાધન જીવનાર, ક્યાંથી ઊતરશે એનાથી તો ભાર
અપનાવી લે તું પ્રેમભરી, ભાવભરી પ્રાર્થના પ્રભુની લે જીવનમાં એનો તું આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)