છોડવાનું એ તો જીવનમાં છોડવાનું છે, ના એ તો, સંઘરવાનું છે
જાગી જાશે ઉપાધિ જીવનમાં ત્યારે, સંઘરશું જીવનમાં છોડવાનું છે જે ત્યારે
કરવાનું એ તો જીનવમાં કરવાનું છે, ના કરવાનું એ તો ના કરવાનું છે
જાગી જાશે ઉપાધિ જીવનમાં, ના કરવાનું કરશું, કે કરવાનું ના કરશું ત્યારે
બોલવાનું એ તો જીવનમાં બોલવાનું છે, ના બોલવાનું એ તો ના બોલવાનું છે
જાગી જાશે ઉપાધિ જીવનમાં, ના બોલવાનું બોલશું, કે બોલવાનું ના બોલશું ત્યારે
દેવાનું એ તો જીવનમાં દેવાનું છે, લેવાનું એ તો જીવનમાં લેવાનું છે
જાગી જાશે ઉપાધિ જીવનમાં ત્યારે, જ્યારે લેણદેણમાં ભૂલ કરશું ત્યારે
સમજવાનું એ તો જીવનમાં સમજવાનું છે, ના સમજવાનું એ તો ભૂલવાનું છે
જાગી જાશે ઉપાધિ જીવનમાં તો જ્યારે, જીવનભર ભૂલમાં રાચતાં રહીશું ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)