જીવન તો તારું ને તારું તો છે, તારે ને તારે એ તો જીવવાનું છે
સંજોગો ને સંજોગો, ભલે ઘડશે રે એને, તારે ને તારે એ તો જીવવાનું છે
કદી સંજોગ તાણશે એને, કદી ડુબાડશે એને, ઉપર તો એની, ઊઠવાનું છે
કરશે જીવનમાં તો તું જેવું, નામ તારું, જીવનમાં એવું તો રહેવાનું છે
ભાગી-ભાગી, ભાગીશ જીવનમાં ક્યાંથી, તારું જીવન તારે જીવવાનું છે
હસતા-હસતા જીવવું કે રડતાં-રડતાં જીવવું, તારે ને તારે હાથ એ રહેવાનું છે
તારા કરમની કહાની જોડાશે તારી સાથે, તારી સાથે-સાથે એ રહેવાની છે
સારું કે નરસું, જીવન છે એ તારું, કેવું બનાવવું, તારે હાથ રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)