1992-04-01
1992-04-01
1992-04-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15768
છે એ કોણ, છે તું કોણ, છે શું તારો ને એનો રે નાતો

ના દેખાય તો એ દેખાય છે, તું તારોને એનો મેળ ત્યાં નથી ખાતો
રહે એ તો પાસે, રહે એ તો સાથેને સાથે, હાથમાં તારા નથી તોયે આવતો
તું તો આવ્યો જગમાં, તું તો જવાનો, ના એ તો આવે ના એ જાતો
ના છે એ કાળો, ના છે એ ગોરો, તું તો સદા બધી સંજ્ઞાઓથી છે બંધાયેલો
તું તો દેખાય છે, છતાં છે અલ્પ, નથી એ દેખાતો છતાં છે વ્યાપ્ત
ના ગોતી શકે તું એને, તને નજરમાં સદા એ તો રાખતો
ચાલે ના રાજ તારું તો તુજ પર, એ સહુ પર તો રાજ ચલાવતો
ગણે એને તો સહુ પોતાનો, ના કોઈને બાકાત એ તો રાખતો
જ્યાં જાય એ, બની જાય એ એવો, છતાં ના ક્યાંય એ દેખાતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē ē kōṇa, chē tuṁ kōṇa, chē śuṁ tārō nē ēnō rē nātō
nā dēkhāya tō ē dēkhāya chē, tuṁ tārōnē ēnō mēla tyāṁ nathī khātō
rahē ē tō pāsē, rahē ē tō sāthēnē sāthē, hāthamāṁ tārā nathī tōyē āvatō
tuṁ tō āvyō jagamāṁ, tuṁ tō javānō, nā ē tō āvē nā ē jātō
nā chē ē kālō, nā chē ē gōrō, tuṁ tō sadā badhī saṁjñāōthī chē baṁdhāyēlō
tuṁ tō dēkhāya chē, chatāṁ chē alpa, nathī ē dēkhātō chatāṁ chē vyāpta
nā gōtī śakē tuṁ ēnē, tanē najaramāṁ sadā ē tō rākhatō
cālē nā rāja tāruṁ tō tuja para, ē sahu para tō rāja calāvatō
gaṇē ēnē tō sahu pōtānō, nā kōīnē bākāta ē tō rākhatō
jyāṁ jāya ē, banī jāya ē ēvō, chatāṁ nā kyāṁya ē dēkhātō
|