તને કેમ ચડતું નથી રે અભિમાન પ્રભુ, જ્યાં તારા જેવું બીજું કોઈ નથી
ચડી જાય અમને તો અભિમાન, આવી જાય જ્યાં વિચાર, અમારા જેવું કોઈ નથી
છે કાંઈ કરવા સર્વ કાંઈ શક્તિમાન, અભિમાનમાં તોય તું સરકતો નથી
કરે મદદ સહુને તો તું અપાર, તોય હૈયું તારું અભિમાને છલકાતું નથી
છે કર્તા તો તું જગનો, કરીએ થોડું સારું જગમાં, એને કાંઈ અભિમાન ચડયા વિના રહેતું નથી
જગમાં સહુ દેતા રહે તને તો માન, અભિમાન તોય તને તો ચડતું નથી
કર્મમય આ જગમાં, થોડું કે વધુ અભિમાન, ચડયા વિના અમને રહેતું નથી
કરે કોઈ અમારા વખાણ, ચડે અમને અભિમાન,ગાઈએ તારા ગુણગાન, તને એ ચડતું qw2નથી
કરે તું દયા અને દેતો રહે જગને દાન, તોય અભિમાન તને એનું ચડતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)