પડી ગઈ વૃત્તિઓ ખુલ્લી તારી, હવે ઢાંકીને એને, તારે શું કરવું છે
ઢાંકી-ઢાંકી દીધું છે ઉત્તેજન, હવે તને એ નડતું ને નડતું રહેવાનું છે
ઢાંકીને છેતર્યું તેં જગને, ખુદ ભી એમાં તો તું છેતરાવાનો છે
અંદર ને અંદર રહેશે તને સતાવતી, તને એની તો ખબર છે
મચાવશે ઉત્પાત એ તો જ્યાં, તારે ને તારે રોવું પડવાનું છે
પડી ગઈ ખુલ્લી જ્યાં એકવાર, ના ફરી ત્યાં કામ એ આવવાની છે
ખુલ્લું પડતાં એક રૂપ એનું, રૂપ જુદું, ધરવું એણે પડવાનું છે
જુદા-જુદા રૂપમાં જે જોઈ શકે સાચું, ના ત્યાં એનું ચાલવાનું છે
લે છે રૂપ પ્રભુ જુદા-જુદા, પકડી પાડે એને, ખુલ્લું એને ત્યાં થવું પડવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)