અરે ઓ પરમ બુદ્ધિની દાતા, અરે ઓ રિદ્ધિ સિદ્ધિની દાતા
મારી પરમ સિધ્ધમાતા, તારા વિના જગમાં બીજે મારે જાવું ક્યાં
અરે ઓ સુખની વરદાતા, અરે ઓ પરમ સમજની જ્ઞાતા – મારી…
અરે ઓ શાંતિની પ્રદાતા, રહો તમે સદા પરમપ્રેમ વરસાવતા – મારી…
અરે ઓ શક્તિની વરદાતા, અરે ઓ કર્મફળની વરદાતા – મારી…
અરે ઓ જગની સંચાલન કર્તા, અરે ઓ દયાના દાનની દાતા – મારી…
અરે ઓ સહુના અંતરે-અંતરે વસતા, અરે ઓ કરુણાભરી દૃષ્ટિ ફેંક્તા – મારી…
અરે ઓ જગકલ્યાણની પ્રણેતા, અરે ઓ અણુએ અણુમાં વ્યાપક રહેતા – મારી…
અરે ઓ સૃષ્ટિના ચાલક કર્તા, અરે ઓ સૃષ્ટિને રહ્યા છો ચલાવતા – મારી…
અરે ઓ મારી અષ્ટભુજાળી માતા, આઠે દિશાઓમાં રક્ષણ કરતા – મારી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)