છે જેની પાસે તો જે, સાચવવાની ચિંતા છે, એ તો દુઃખી છે
નથી જેની પાસે કાંઈ, એનો ગમ નથી, એ તો સુખી છે
છે પાસે જે, પ્રભુનું માની જીવે છે, એ તો સુખી છે
નથી જેની પાસે જે, એનો અસંતોષ સળગે છે, એ તો દુઃખી છે
રહ્યાં સાથે, હતું મંજૂર પ્રભુને ત્યાં સુધી, એ માને છે, એ તો સુખી છે
વિખૂટા પડયા વિયોગે, જે સદા ઝૂરતા રહે, એ તો દુઃખી છે
વગર માગે, જીવનમાં જ્યાં મળતું ને મળતું રહે, એ તો સુખી છે
માગી-માગીને માગણી જો અધૂરી રહે, એ તો દુઃખી છે
મુસીબતોમાં, સહજમાં માર્ગ મળતો રહે, એ તો સુખી છે
મુસીબતોમાં અટવાતા રહે, ના માર્ગ મળે, એ તો દુઃખી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)