હૈયાની વેદના મારી રે માડી, જગમાં જઈને કોને કહું
કરી ના શકું સહન એને રે માડી, ખાલી ક્યાં જઈને કરું
કહેવા બેસું જ્યાં તને રે માડી, ઊપડે ના જીભ ત્યાં તો મારી
રહ્યો છું કરતો સહન એને, સહન જ્યાં સુધી એ તો થયું
કરું ભેગી હિંમત કહેવા તને, કહેવા બેસું, જોતો ને જોતો તને રહું
જાણુ છું, જાણે છે તું, તોય તને કીધા વિના ના રહી શકું
કહેવું છે એટલું, કર બંધ ખેલ માયાના તારા, હું તને તો વિનવું
દુર્લભ જીવન માનવનો તેં દીધો, દે શક્તિ સાર્થક એને કરું
શું કરવું ને કેમ કરવું, મૂંઝાતો ને મૂંઝાતો એમાં હું તો રહું
વેદના રહી છે મારી વધતી, ક્યાં સુધી સહન એને તો કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)