ધરમ તને કોણ સમજાવશે રે મનવા, ધરમ તને કોણ સમજાવશે
અંતરથી નિર્મળતાનો જ્યાં સાદ ઊઠશે, એમાં નવરાવશે, ધરમને એ સમજાવશે
લોભ-લાલચ વિના હૈયે તાણ ઘટી જાય, ધરમ તને એ સમજાવશે
મનના દર્પણ નિર્મળ થાતાં, ધરમના ભાવ જાગી જાય, ધરમ તને એ સમજાવશે
માન-મર્યાદા, મર્યાદામાં રહેતી જાય, ના ક્યાંય અટવાય, ધરમ તને એ સમજાવશે
ખોટી વૃત્તિ અટકી જાય, દુર્ભાવ પાછળ ના દોડી જાય, ધરમ તને એ સમજાવશે
પ્રેમના અંકૂર હૈયે ફૂટી જાય, સહુને એમાં નવરાવતા જાય, ધરમ તને એ સમજાવશે
હૈયું ભૂલો બતાવનારનો આભાર માનતું જાય, ધરમ તને એ સમજાવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)