અપનાવવા ને અપનાવવા, જીવનમાં, અત્યાચાર ના તું સહી લેતો
આંકીને શક્તિ તારી સાચી, કરવો સામનો જીવનમાં ના તું ચૂક્તો
નમી જઈ જીવનમાં અત્યાચારને, માર્ગ મોકળો ના એનો કરી દેતો
નમી-નમી એને તો જીવનમાં, એમાં, સ્વત્વ તારું ના તું ગુમાવી દેતો
શક્ય બને તારાથી ત્યાં સુધી કરવો સામનો એનો, ના તું ચૂક્તો
કરીશ મક્કમતાથી એનો જ્યાં સામનો, પીછેહઠ કર્યા વિના ના એ રહેતો
નમીને એને, જોજે એનામાં, બળ નવું ના તું એમાં પૂરી દેતો
રહે સંજોગો તારી સાથે ને સાથે, નમી, નિર્બળતા તારી ઢાંકી દેતો
સબળ બને જીવનમાં જો તું, અન્યને અત્યાચારનો ભોગ ના બનાવી દેતો
હૈયાં રહે અત્યાચારીઓના તો કાંપતા, પડદો ચીરવા એનો ના તું ચૂકી જાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)