આવે છે, ને લાગે છે જીવનમાં સહુને કોઈને કોઈ વાતની ભીડની ભીંસ તો આવે છે
માંડી બેસીએ પ્રસંગો જીવનમાં તો જ્યારે, સગા વ્હાલાની ભીડની ભીંસ વરતાઈ આવે છે
માંડીએ કે કરીએ ધંધો જીવનમાં જ્યાં શરૂ, પૈસાની ભીડની ભીંસ અનુભવાય છે
નીકળીએ શહેરમાં બહાર જ્યાં, થોડા લોકોની ભીડની ભીંસ, દેખાય આવે છે
બેસો ના બેસો શાંતિથી જીવનમાં તો જ્યાં, વિચારોની ભીડની ભીંસ, દોડી આવે છે
કરો સામનો આફતોનો જીવનમાં જ્યાં, આફતોની ભીડની ભીંસ વરતાયે છે
આળસમાં જ્યાં કામના ઢગલા વધતા જાયે, કામની ભીડની ભીંસ વરતાયે છે
જનજીવનમાં જ્યાં ઊઠયા થોડા ઉપર, મુલાકાતીઓની ભીડની ભીંસ અનુભવાય છે
ભાવોને ભાવો વધતા જાય જ્યાં હૈયે, ભાવોના ભીડની ભીંસ અનુભવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)