તને જે નામે પોકારવા હોય, તે નામે સહુ તને તો પોકારે
રે પ્રભુ, એમાંથી ને એમાંનો, ભાવ ખાલી તું ગ્રહણ કરે
ખાલી ભાવ તો એમાંના, તારી ને તારી પાસે તો પહોંચે
બાકી બીજું બધું તો, અધવચ્ચે ને અધવચ્ચે અટકે - રે પ્રભુ...
ભાવ વિનાના ક્રિયા ને કર્મો તો જીવનમાં, અધૂરાં રહે
જોડાયા ભાવ, ભક્તિ ને પૂજનમાં, પૂર્ણ એને એ તો કરે - રે પ્રભુ...
વાતોમાં ના ઠગાઈ જાશે તું પ્રભુ, ભાવ તને ભીંજવી જાશે
સ્પર્શ્યા ભાવ તારા હૈયાંમાં જ્યાં, તારી નજરમાં એ આવી જાશે - રે પ્રભુ...
ભાવની ઉત્કટતા તો સદા, તારી નિકટતા તો લાવશે
ભાવ વિના રે પ્રભુ, તું તો દૂર ને દૂર તો રહેશે - રે પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)