નકામું નથી કાંઈ આ જગમાં, નકામું નથી કાંઈ આ જગમાં
નથી કામ તો આજે જેનું, ના નકામું એને તો સમજી લેવું
પડશે જરૂર ક્યારે જીવનમાં શેની, થઈ ના શકશે એની આગાહી
પ્રીત નથી કાંઈ જીવનમાં વેવલાવેડાં, પ્રીત જાણનારની નજર બહાર નથી
ભેંસ આગળ ભાગવત કરવાથી, જીવનમાં નથી તો કાંઈ વળવાનું
સમય-સમય પર, કચરો પણ કિંમત પોતાની તો કરી જવાનું
નકામું ગણી ફેંક્યું એકે તો જેને, બીજા માટે એ તો સોનાનું બનવાનું
લાગ્યા શબ્દ નકામા તો એકને, બીજાને જાગૃત એ તો કરી જવાનું
હથિયાર પ્રેમનું બને એક પાસે નકામું, બીજા પર અસર એ તો કરી જવાનું
ત્યજી દીધા હશે સદ્દગુણો કંઈકે જીવનમાં, કંઈક એને તો અપનાવવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)